સુરત શહેરના અડાજણ હનીપાર્ક વિસ્તારમાં રહેતા વનિતા વિશ્રામ સ્કુલના મહિલા આચાર્યના ફલેટમાંથી દોઢ બે મહિના પહેલા કબાટમાંથી કુલ રૂપિયા 2.15 લાખના મતાના દાગીનાની ચોરી થઈ હતી. જે ચોરી પાછળ પડોશી મહિલા સામે શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
અડાજણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, હનીપાર્ક રોડ એક્સીસ બેન્કની સામે રૂતુવન ઈચ એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતિકાબેન અનીલભાઈ ગામનાની (ઉ.વ.38) વનિતા વિશ્રામ ખાતે પીન્સીપાલ તરીકે નોકરી કરે છે અને તેના પતિ ઘોડદોડ રોડ પર આવેલ મેજીકેટ લીમીટેડ નામની કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે. જ્યોતિકાબેનના માતાનું ગત તા. 28 જુનના રોજ અવસાન થતા તેઓ વતન જયપુર રાજસ્થાન જવાનું હોવાથી બેડરૂમની તિજારીમાં રાખેલ દાગીના લેવા માટે તિજારી ખોલી ચેક કરતા કુલ રૂપિયા 2,15,000/-ના મતાના સોના અને હીરાના દાગીના મળી આવ્યા ન હતા. જોકે જેતે સમયે જ્યોતિકાબેનને તાત્કાલિક વતન જવાનુ હોવાથી તેઓ દાગીના વધારે શોધખોળ કરી ન હતી અને અને 17 જુલાઈના રોજ પરત સુરત આવ્યા ત્યારે શોધખોળ કરતા તેમને સમજાયું કે તેમના ઘરમાંથી દાગીના ચોરાય છે અને તેવી રીતે ઍપાર્ટમેન્ટના અન્ય 2 ફ્લેટમાં પણ ચોરી થઈ છે.
જ્યોતિકાબેને આ અંગે તેની આઠ વર્ષની માસુમ બાળકીને તેમની ગેરહાજરીમાં કોઈ ઘરે આવ્યું હતું કે પછતા બાળકીએ બિલ્ડિંગમાં રહેતા કિરણ આંટી ઘરે આવ્યા હતા અને ચોકલેટનો બોક્ષ આપી ચોકલેટ ગણવાનુ કહી બેડરૂમમાં ગયા હોવાનુ કહેતા જ્યોતિકાબેનને તેમના ઘરમાં પડોશમાં રહેતા કિરણ ધર્મેશ મહેતાને બોલાવી ચોરી અંગે પુછપરછ કરી હતી પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને જતા રહ્યા હતા જેથી જ્યોતિકાબેનને તેમના ઘર કિરણબેન મહેતાએ જ ચોરી કરી હોવાની આશંકા સાથે ફરિયાદમાં તેમની સામે શંકા વ્યકત કરી છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500