Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરમાંથી રોકડ રકમની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • August 17, 2021 

સુરતના રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ સચ્ચદેવ પરિવાર ગતરોજ રાત્રે ઘરના દરવાજા બંધ કરી સુઇ ગયો હતો. આ સમયે ઘરમાં હવા ઉજાસ માટેની એલ્યુમિનિયમની સ્લાઇડિંગ વાળી બારી ખુલ્લી હતી. આ તકનો લાભ લઇ રાત્રે 11.30થી મળસ્કે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન હવા ઉજાસની બારી વાટે કોઇ ઇસમ ઘરમાં પ્રવેશી કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 3500/- તથા 15 હજારનો મોબાઇલ મળી કુલ રૂપિયા 18,500/- રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી માટલી માહિતી અનુસાર, રાંદેર પાલનપુર પાટિયા લીલાશા વાડીની સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 40 વર્ષીય ગિરીશભાઇ કન્હૈયાલાલ સચ્ચદેવ ગતરોજ રાત્રે તેના પરિવાર સાથે જમીને રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ઘરના દરવાજા બંધ કરી સુઇ ગયા હતા. રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ગિરીશભાઇની પત્ની અચાનક જ ઊંઘમાંથી ઉઠી જતા તેમણે ઘરમાં નજર કરતા ઘરમાં કબાટનો દરવાજા તેમને ખુલ્લો દેખાયો હતો. જેથી તેમણે પતિ ગિરીશભાઇને ઉઠાડ્યા હતા. ગીરીશભાઇએ કબાટ ચેક કરતા કબાટમાં ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા 3500/-ની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ઉપરાંત ઘરમાં બીજી કોઇ વસ્તુ ચોરાઇ છે કે કેમ તેની તાપસ કરતા ઘરમાં સિલાઇ મશીન પર ચાર્જિંગમાં મુકેલ દીકરીનો 15 હજારનો એપલનો ફોન પણ ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું.

 

 

 

 

 

ત્યારબાદ ગીરીશભાઇએ ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમા હવા ઉજાસની એલ્યુમિનિયમની સ્લાઇડીંગ બારી ખોલી અંદર પ્રવેશ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આખરે ગીરીશભાઇ એ રાંદેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી તેમની ફરિયાદ લઇ અજાણ્યા ઇસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application