સુરતના રાંદેર ઉગત રોડ શ્રીજી નગરી સોસાયટી પાસે આવેલ સિક્યુરીટીની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો રોકડા ૭૬ હજાર, મોબાઈલ, એટીએમ કાર્ડ, ઘડીયાળ સહિત કુલ રૂપીયા ૮૭ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેર પાલનપુર ઉગત રોડ શ્રીજી નગરી પાસે ચક્રઘર સોસાયટીમાં સિક્યુરીટીની ઓફિસમાં રહેતા સિક્યુરીટી સુપરવાઝર થાનસીંહ સબાસીંહ ચૌહાણ (ઉ.વ.૪૦) એ ગતરોજ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યો ગત તા.૭મીના રોજ રાત્રીના સુમારે તેની ઓફિસમાં ત્રાટક્યા હતા અમે તસ્કરોએ થાનસીંહના પેન્ટના પાકિટમાં રાખેલા ત્રણ અલગ-અલગ બેન્કના એટીએમ, બે ચેક, આધાર કાર્ડ, પાનકાડ, ઘડીયાળ બે મોબાઈલ, તેમજ પેન્ટના ખિસ્સામાંથી અને ટેબલના ખાનામાં મુકેલા રોકડા ૭૬,૦૦૦/- મળી કુલ રૂપીયા ૮૭,૦૦૦/-ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. રાંદેર પોલીસે થાનસીંહની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500