સુરતના ડુમસ સુલતાનાબાદ મોટી ચોપાટી પાસે આવેલ બે કોલ્ડ્રીક્સની દુકાન માલીકે ત્રણ દિવસ વાવાઝોડાની આગાહીના કારણે દુકાન બંધ રાખી હતી અને દુકાનમાં આવતો આઈસ્ક્રી, બિસ્કીટ, વેફર્સ, કેડબરી સહિતનો સામાન દુકાનની પાછળના ભાગે રાખ્યો હતો જે કુલ રૂપિયા ૨૯ હજારના મતાનો સામાન કોઈ અજાણ્યો ચોરી કરી નાસી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુમસ સુલતાનાબાદ મોગરાવાડી ખાતે રહેતા ઝાકીરકાન સલીમખાન પઠાણ મોટી ચોપાટી મોરારજી દેસાઈ પુતળાની સામે સૈયદ કોલ્ડ્રીક્સના નામને દુકાન ધરાવે છે. ઝાકીર પઠાણ અને તેની બાજુમાં શુભમ કોલ્ડ્રિક્સ દુકાનના નિકેશકુમાર જયંતીલાલ પટેલ (રહે.ભીમપોર ગામ,ગોસાઈ ગોપાળ સ્ટ્રીટ) એ ગત તા.૨ના રોજ સાંજે દુકાને હતા અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહીના કારણે દુકાન બંધ રાખી હતી. તે દરમિયાન દુકાનનો આવતો બિસ્કીટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, વેફર્સ સહિતનો સામાન દુકાનની પાછળના ભાગે રાખ્યો હતો. તે કુલ રૂપિયા ૨૯ હજારના સામાન કોઈ અજાણ્યો ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ઝાકિરખાનની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500