સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિભાર્વ સોસાયટીમાં રહેતો ઉપાધ્યાય પરિવાર એક મહિના માટે બહારગામ ગયો હતો. આ તકનો લાભ લઇ કોઇ અજાણયા ચોર ઇસમોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં વેશ કર્યો હતો. મકાનમાં તિજોરીમાં મુકેલા 1.12 લાખની સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, પાંડેસરા આવિભાર્વ સોસાયટીમાં રહેતા કપિલદેવ સુખરાજ ઉપાધ્યાયની પુત્રી પુનમબેને પાંડેસરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ગત તારીખ 20/06/2021ના રોજથી તારીખ 28/07/2021ના સમયગાળા દરમિયાન તેઓ પરિવાર સાથે બહારગામ ગયા હતા.
આ સમયના લાભ લઇ કોઇ અજાણ્યા ચોરી સમયે તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મેઇન ગેટનું તાળું કોઇ સાધન વડે તોડી ઘરમાં વેશ કર્યો હતો. ઘરમાં મુકેલ તિજોરીનો લોક તોડી તસ્કરો 1.12 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે આખરે પુનમબેન પરત આવતા તેમને ચોરીની જાણ થઇ હતી. જેથી તેઓએ આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500