સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને પાનોલી જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં નોકરી કરતા ઈસમને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી પ્રોસેસ કરવાનું રૂપિયા 2.28 લાખમાં પડયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના જેસરના સાવરકુંડલા રોડ લુખાપરા વિસ્તારના વતની અને હાલ સુરતમાં સરથાણા હરેકૃષ્ણ ડાયમંડની પાછળ સિવાંતા પેલેસ બ્રહ્મા બિલ્ડીંગ ફ્લેટ નંબર-604માં રહેતા 41 વર્ષીય વિપુલભાઈ ઘનશ્યામભાઈ પરસાણા અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં નોકરી કરે છે જોકે ગત ફેબ્રુઆરી-2021માં તેમને સિટી બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ લીધો હતો. તે બંધ કરાવવા ગત તા.13મી નારોજ તેમને ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી ફોન કરી પૂછતાં સામેથી વાત કરનાર વ્યક્તિએ થોડીવારમાં બીજા નંબર પરથી કોલ કરીશ તેમ કહ્યું હતું. થોડીવારમાં તે વ્યક્તિએ બીજા મોબાઈલ નંબર પરથી વિપુલભાઈને ફોન કરી કાર્ડ બંધ કરવા એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી અને એપ ડાઉનલોડ થયા બાદ તે વ્યક્તિએ વિપુલભાઈ પાસે ક્રેડિટ કાર્ડ નંબર ડાયલ કરાવી અને કાર્ડની અન્ય વિગતો અને ઓટીપી મેળવી ઓટીપીના મેસેજ આવ્યા હતા તે ડીલીટ કરાવ્યા હતા.ઉપરાંત મોબીકવીકમાં પૈસા ટ્રાન્સફર કરવાનો મેસેજ અને ઓટીપી આવતા વિપુલભાઈને ફ્રોડ થઈ રહ્યું છે તેવું લાગતા ફ્રોડવાળા બોલાઈ ગયું હતું આથી તે વ્યક્તિએ તરત ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં વિપુલભાઈએ જોયું તો તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 2,28,425.76 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા અને તેમની સાથે ઠગાઈ થયું હોવાનું સમજાતા વિપુલભાઈએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application