હજીરાની રીલાયન્સ કંપનીમાં પ્રોસેસ એન્જીનીયર તરીકે નોકરી કરતા રાંદેરના યુવકને ફેસબુક ઉપર જાહેરાત જાઈને પીઓપી અને ફર્નીચરનું કામ કરાવાના ચક્કરમાં રૂપિયા 15 હજાર ગુમાવાનો વારો આવ્યો હતો. ફેસબુક ઉપર જાહેરાત મુકનારે એન્જીનીયર પાસેથી કોઈના કોઈ બહાને પૈસા પડાવી લીધા હતા.
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, જહાંગીરાબાદ કોલક બિલ્ડિંગ ખાતે રહેતા દર્શન ચીમનભાઈ રાવલ (ઉ.વ.29) હજીરા રીલાયન્સ કંપનીમાં પ્રોસેસ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. દર્શનના ફેસબુક ઉપર ગત તા.5 ડિસેમ્બર 2020ના રોજ એક માર્કેટ પ્લસ નામની જાહેરાતની લીંકમાં પી.ઓ.પી સીલીંગ માટેની જાહેરાત જોઈ હતી અને તેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કર્યો હતો. જાહેરાત મુકનાર નરેન્દ કનૈલાલ સારસ્વતએ અલગ-અલગ પીઓપીની ડીઝાઈન બતાવ્યા બાદ ઘરનું માપ લેવા માટે તેના કારીગર મહોરમ (રહે.રાંદેર) ને મોકલી આપી સીલીગ સાથે મટીરીયલના રૂપિયા 24,500/- લાઈટ ફીટીંગ મટીરીયલ સાતે રૂપિયા 20 હજાર, બીરલા પુટ્ટી કલર સાથે રૂપિયા 20 હજાર મળી કુલ રૂપીયા 64,500/-નું એસ્ટીમેન્ટ મોકલી આપ્યુ હતું.
દર્શનભાઈએ ફર્નીચર સાથેની વાત કરતા કુલ રૂપિયા 1 લાખ કીધા હતા અને બેડરૂમના ડીઝાઈન સાથેનું માપ મંગાવ્યું હતું. દર્શનભાઈએ વિશ્વાસ બેસતા ઘરનું રીનોવેશનનું કામ સોપ્યુ હતુ અને નરેન્દ્ર સારસ્વતે તેના કારીગર દ્વારા કામ શરુ કરાવ્યા બાદ કોઈના કોઈ બહાના કરી કુલ રૂપીયા 15 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી પડાવી લીધા હતા. દર્શનને ખ્યાલ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે જે બનાવ અંગે પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500