સુરત શહેરનાં કડોદરા ખાતે રહેતો યુવક અંત્રોલીથી રિક્ષામાં બેસી ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે રિક્ષા ચાલક તેમજ રિક્ષામાં બેસેલ 3 અજાણ્યા ઈસમોએ યુવકની નજર ચૂકવી ખિસ્સામાંથી 5 હજારની કિંમતનો ફોન સેરવી લીધો હતો અને ત્યારબાદ બેસતા નથી ફાવતું તેમ કહી આ 4 ઈસમોએ યુવકને અંત્રોલીથી ભૂરી ફળિયાની વચ્ચે ઉતારી દઈ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે મળતી માહિતી અનુસાર, કડોદરા ખાતે અરિહંતપાર્ક, નીલકંઠ કોમ્પ્લેક્ષ રૂમ નંબર-202માં રહેતા શિવરાજ ધર્મારામ ચૌધરી કે જેઓ સુરત ખાતે આવેલ રેશમવાળા માર્કેટમાં માર્કેટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અંત્રોલી ગામ પાસે રિક્ષાની રાહ જોઈ ઊભા હતા.તે દરમિયાન સુરત તરફથી એક રિક્ષા નંબર જીજે/05/ઝેડઝેડ/1641 આવતા તેઓ તેમાં બેસી ઘરે આવવા નીકળ્યા હતા અને રિક્ષામાં 3 અજાણ્યા યુવકો પણ બેઠા હતા. રિક્ષા થોડે દૂર જતાં રિક્ષામાં બેસેલ ત્રણેય ઈસમોએ જણાવ્યુ હતું કે, અમને બેસતા ફાવતું નથી અને આ યુવકને ઊભા થઈ આગળ પાછળ થવાનું જણાવી તેની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 5,000/-ની કિંમતનો ફોન સેરવી લીધો હતો અને ત્યારબાદ રિક્ષા ચાલકે રિક્ષા અંત્રોલીથી ભૂરી ફળિયાની વચ્ચે ઊભી રાખી હતી અને જણાવ્યુ હતું કે, બેસતા ફાવતું નથી જેથી તું બીજી રિક્ષામાં આવ તેમ કહી ભાગી છૂટ્યા હતા. મોબાઈલ ફોન સેરવી લેનાર ચારેય ઈસમો 20 થી 25 વર્ષની ઉંમરના જણાતા હતા અને તેઓ હિન્દીભાષા બોલતા હતા. બનાવ અંગે યુવકે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application