અડાજણ વિસ્તારમાં રહેતા હીરા દલાલ એક સપ્તાહ અગાઉ મહિધરપુરા હીરાબજારમાં કામ અર્થે ગયા હતા. તેઓ એલ.બી.ચાર રસ્તાથી અમિષા ચાર રસ્તા તરફ જતા રસ્તા પર ઉભા હતા આ સમયે બે બાઇક પર ત્રણ ઇસમો આવ્યા હતા. હીરા દલાલની બંને બાજુ એક એક બાઇક ઉભી રાખી હીરા દલાલને વાતોમાં ભોળવી તેના ખિસ્સામાં રહેલ ૪૨ હજાર રોકડ ભરેલા પર્સની ફિલ્મીઢબે ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનવને પગલે બાદમાં હીરા દલાલને જાણ થતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધારી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ પાલ રોડ પર એલ.પી.સવાણી સ્કૂલની બાજુમાં સમ્રાટ કેમ્પસમાં રહેતા ૫૫ વર્ષીય બળવંતભાઇ મગનભાઇ પટેલ હીરા દલાલીનો વ્યવસાય કરે છે. ગત તારીખ ૨૩/૭/૨૧ના રોજ બળવંતભાઇ કામ અર્થે મહિધરપુરા હીરાબજારમાં ગયા હતા. સાંજે તેઓ હિરાબજાર ઍલ.બી.રસ્તાથી અમિશા ચાર રસ્તા તરફ જતા ભોલે ચણા સેંટર પાસે ઉભા હતા.
આ સમયે એક સફેદ કલરની એકટીવા પર બે ઇસમો તેની પાસે આવ્યા હતા. જેમાં એક આશરે પચીસેક વર્ષની ઉમરનો, જેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેંટ પહેરેલ હતુ, તથા પાછળ બેસેલ ઇસમ જે પણ આશરે ૨૫ વર્ષની ઉમરનો જેણે શરીરે આછા વાદળી કલર જેવો શર્ટ તથા બ્લુ જીન્સ પેંટ પહેરેલ હતુ તે બંને એક બાજુ આવીને ઉભા રહ્યા હતા. આ સમયે જ બીજી ઍક ગ્રે કલર જેવા મોપેડ પર એક કાળા કલર જેવુ ટી-શર્ટ તથા સફેદ પેન્ટ પહેરેલ જે પણ આશરે ૨૫ વર્ષની ઉમરનો અજાણ્યા ઇસમો આવી તેની બીજી બાજુ ઉભા રહી બંને બાઇકની વચ્ચે બળવંતભાઇને ઉભા કરી દીધા હતા. બાદમાં બંને બાજુથી તેમની સાથે વાતચીત કરી તેમની નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૪૨,૫૦૦ રૂપિયા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બાદમાં બળવંતભાઇને જાણ થતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500