Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રામાં ત્રણ કારના કાચ તોડી ડીસપ્લેની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • August 24, 2021 

કાપોદ્રા ઘરતીનગર રોડ સ્વામીનારાયણ મંદિર પાસે પાર્ક કરેલ ત્રણ કારના કાચ તોડી અજાણ્યો કુલ રૂપિયા 19 હજારના મતાની ડીસપ્લેની ચોરી કરી નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ઘરતીનગર રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજુરી કામ કરતા વિનોદ આણંદ સાવજ, રાજેશ પરષોત્તમ કાકડીયા અને પ્રવીણ ગોકળ સેજલીયાની સોસાયટી નજીક પાર્ક કરેલ કારના સાઈટનો કાચ તોડી અજાણ્યો ડીસપ્લે અને ડેસ્ક બોર્ડ પર લગાવેલ ફાઈબરનો પટ્ટો મળી કુલ રૂપિયા 19 હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે વિનોદભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application