સુરતના સિંગણપોર રોડ વિસ્તારમાં રહેતા જરીકામના કારીગરે 4 વર્ષ પહેલા તેના મિત્રને ૩ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. તે પૈસાની ઉઘરાણી કરતા મિત્રએ સાગરીતો સાથે મળી ઢોર મારમારી રૂપિયા ચુકવી દીધા હોવાનુ લખાણ લખાવી ઘરમાં તોડફોડ કરી હતી.
ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ, સિંગણપોર જય શિવમ સોસાયટીમાં રહેતા નિલેશ વસંતભાઈ મારુ (ઉ.વ.27) જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિલેશ પાસેથી 4 વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા વિજય પાટીલ નામના મિત્રએ 3 લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ લોકડાઉન આવી જતા વિજયે પૈસા ચુકવ્યા ન હતા. નિલેશ 50 દિવસ પહેલા પૈસાની માંગણી કરતા વિજયએ સપ્ટેમ્બર મહિનામાં 30 હજાર આપવાની વાત કરી હતી. ત્યારબાદ મંગળવારે રાત્રે વિજયે ફોન કરી તારા ઘરની બહાર ઉભો છું અને હું તારા ઘરમાં ઘુસી જઈશે તેમ કહેતા નિલેશ અને તેના પિતા ઘરની બહાર આવ્યા હતા.
ત્યારે વિજય સાથે અન્ય 2 મિત્રો પણ હતા પૈસાની લેતીદેતી બાબતે વાતચીત કરી અંદરો-અંદર સમાધાન કરી બીજા દિવસે પૈસા આપી દેવાનુ કહી ચાલ્યો ગયો હતો અને બીજા દિવસે એટલે નિલેશ ઉપર વિજય પાટીલના મિત્ર રાહુલ વાઘે ફોન કરી તુ અમોને રૂપિયાનું લખાણ આપી દે તારા રૂપિયા તને સાંજ સુધીમા મળી જશે હોવાનું કહ્યા બાદ ચારેક વાગ્યે વિજય પાટીલ, રાહુલ વાધ, વિજય સાંઈદાણે અને સહિત 4 જણા ઘરે આવ્યા હતા અને લખાણ લખાવી રૂપિયા આપ્યા ન હતા અને નિલેશ તેમજ તેના મિત્ર સાગર પરેશ ચૌહાણ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી ગાળો આપવાની ના પાડતા ઢીકમુક્કીનો મારમારી નિલેશની માતા અને બહેન સાથે પણ ગાળાગાળી કરી ચારેય જણાએ હાથમાં ચપ્પુ બતાવી ઘરમાં તોડફોડ કરી નાસી ગયા હતા. પોલીસે નિલેશની ફરિયાદ લઈ ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500