સુરત મહાનગરપાલિકાના સલાબતપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમને માર મરાયો હતો અને દબાણ કરનારા માથાભારે તત્વો દ્વારા માર મારતા પાલિકાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કામગીરી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત મહાનગર પાલિકાની દબાણ દૂર કરવાની ટીમ પર વધુ એક વાર માથાભારે તત્ત્વોએ હુમલો કર્યો છે. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા વિસ્તારના રઝાનગરમાં દબાણને કારણે ભારે સમસ્યા થતી હતી. જે અંગેની ફરિયાદ બાદ પાલિકાની ટીમ દબાણ દૂર કરવા માટે ગઈ હતી. પાલિકાની ટીમ દબાણ દૂર કરે તે પહેલા માથાભારે તત્વોએ પાલિકાના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરી કર્મચારીને માર મારનાર બે માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application