સુરતનાં ઉધના સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી 12 વર્ષની કિશોરીને લાજપોરમાં રહેતો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાવી જતા ઉધના પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારની સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી અને કેટરીંગમાં નોકરી કરતી આધેડ મહિલાએ પ્રથમ પતિના અવસાન બાદ પ્રેમલગ્ન કર્યા હતા. બીજા લગ્ન થકી જન્મેલી અને ધોરણ-7 સુધી અભ્યાસ કરનાર 12 વર્ષની પુત્રી રીમા (નામ બદલ્યું છે) જે ગત તા.09નાં રોજ સાંજે ઘરેથી શાકભાજી ખરીદવા ગઈ હતી પણ તે પરત નહીં ફરતા મહિલા અને તેના પુત્રએ તેની શોધખોળ કરી હતી પણ તે મળી ન હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે મહિલાનાં પુત્રના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તે ફોન રીમાનો હતો. રીમાએ કહ્યું હતું કે. ‘હું રીયાઝ સાથે છું અને તેની સાથે લગ્ન કરવાની છું, ઘરે પરત આવીશ નહીં’ મહિલાના પુત્રએ રીયાઝ સાથે વાત કરી રીમાને પરત મૂકી જવા કહ્યું હતું. પણ રીયાઝે ના પાડી ફોન કાપી નાખ્યો હતો.આમ, રીમાને ભગાવી જનાર રીયાઝ શબ્બીર શેખ (રહે.ફારૂખ કોલોની ખોલી,જુમ્મા મસ્જીદની સામે, લાજપોર ગામ,સચીન,સુરત) એ મહિલાની સંબંધી અને મહોલ્લામાં જ રહેતી મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા પણ ચાર માસ અગાઉ જ તેની સાથે છૂટાછેડા લીધા હતા. મહિલા અને તેના પુત્રએ રીયાઝની તપાસ કરી તો તે પણ હાજર નહોતો. આથી તે જ રીમાને લગ્નની લાલચ આપી ભગાવી ગયો હોવાની ફરિયાદ મહિલાએ ગતરોજ ઉધના પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application