ઉધનામા બપોરે ઘરની બહાર રમતી ત્રણ વર્ષની માસુમ બાળકીને રમાડવાને બહાને પડોશી તેના ઘરમાં લઈ જઈ શારીરીક અડપલા કરતા ચકચાર મચી છે.
ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ઉધના કલ્યાણ કુટીરમાં રહેતા નરાધમ પ્રશાંત લક્ષ્મણ મોરેએ તેના ઘરની પાસે રહેતી માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. છોકરીને રમાડવાને બહાને તેના ઘરેમાં લઈ ગયો હતો અને શારીરીક અડપલા કર્યા હતા. તે દરમ્યાન બાળકીની શોધવા માટે તેની માતાએ બુમ પાડતા પ્રશાંત ગભરાયો હતો અને ઘરની બહાર ભાગી ગયો હતો. બાળકીને ઘરે લઈ જઈ માતાએ પુછપરછ કરતા પ્રશાંત મોરે શારીરીક અડપલા કર્યા હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application