સુરત સ્થિત રહેતી એક યુવતીએ કડોદરાના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પરણિતાને તેના સાસુ સસરા સ્વીકારતા નહોતા ત્યારબાદ વારંવાર સામાધન કર્યા બાદ પણ પરણિતાને તેમજ તેના પતિને સાસુ, સસરા તથા નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી પરણિતાએ કડોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત રહેતી હીરલબેન (ઉ.વ.27) એ સને 2016માં કડોદરાના દેસાઇ ફળીયામાં રહેતા ગૌરવ કનૈયાલાલ મોદી સાથે પ્રેમલગ્ન થયેલ હતા. તેમના લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર પણ છે. તેમ છતા પરણિતાને તેના સાસરી વાળા સ્વીકારતા ન હોય 8 માસ તેના પીયરમાં રહ્યા બાદ સાસુ તેમજ નણંદ દ્વારા પરણિતાને ફોન કરી જણાવેલ હતુ તે પુજા પાઠ કરીને સ્વીકારવા તૈયાર થઇ ગયેલ છે. જે સમયથી પરણિતા હીરલબેન તેમની સાસરીમાં રાજીખુશીથી રહેવા આવી ગયેલ હતા. ત્યારે અવારનવાર સાસુ સસરા સાથે ઝગડા થતા હોવાથી હીરલબેન તેમના પતિ ગૌરવભાઇ સાથે અન્ય જગ્યાએ રહેવા ગયા હતા.
ત્યારબાદ સમાધાન થતા હીરલબેન તેમના પતિ સાથે સાસુ સસરાના ઘરે રહેવા ચાલી ગયા હતા પણ પરણિતાના પ્રેમ લગ્ન હોવાથી સાસુ સસરા સ્વીકારવા તૈયાર નહોતા જેને લઇ અવારનવાર ઝગડા થતા હતા. તેમજ પરણિતાની ત્રણ નણંદો પણ ઘરે આવી તેની માતાની કાન ભંભેરણી કરતા હોવાથી ઘરમાં સતત ઝગડા ચાલી રહ્યા હતા તેમજ સસરાએ તેની તમામ મિલકત તેમની દીકરીઓને આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ પરણિતા હીરલબેને કડોદરા પોલીસ મથકે તેમના સાસુ દક્ષાબેન કનૈયાલાલ મોદી, સસરા કનૈયા ઉત્તમ મોદી, નણંદ અંકીતા મોદી, કોમલ પટેલ તેમજ મનીષા મોદીની વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500