સુરતના પુણાગામ સીતાનગર ચોકડી પાસે અજમલ પેલેસમાં આવેલ દુકાન મોર્ગેજમાં મુકેલી હોવા છતાયે વેપારીને રૂપિયા 3.55 લાખમાં વેચાણ કરી દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી હતી. ઉપરથી વેપારીને તારાથી થાય તે કરી લેજે અમે સુરતના મોટા બિલ્ડર છીએ અમારુ કોઈ કાંઈ કરી લેવાનુ નથી અને ફરી બીજીવાર અસલ દસ્તાવેજ કે લોન અંગે પુછપરછ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વેપારીની ફરિયાદને આધારે બિલ્ડર સાળા-બનેવી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પુણા પોલીસના જણાવ્યા મુજબ, અડાજણ પાલ ગ્રીનસીટી રોડ પ્રેસ્ટીજ મનોર ખાતે રહેતા અને ભાઠેના ચોકડી પાસે લક્ષ ઈન્ટરલેસ પ્રા.લી.ના નામે લેસ પટ્ટીનો ધંધો કરતા 48 વર્ષીય સુરેશભાઈ રવજીભાઈ કળથીયાએ સન-2012માં દુકાન ખરીદવાની શોધમાં હતા. તે સમયે પુણા ગામ સીતાનગર ચોકડી અજમલ પેલેસમાં બાલાજી મેડિકલની ઉપરની દુકાનની બહાર દુકાન વહેચવાની છે તેવી જાહેરાત લખેલ હતી અને મોબાઈલ નંબર પણ આપ્યો હતો.. જેથી સુરેશભાઈએ તે મોબાઈલ નંબર પર ફોન કરતા રીપુલ કનુ શેલડીયા (રહે.વરાછા) એ ફોન ઉપાડ્યો હતો. સુરેશભાઈને દુકાન ખરીવાની વાત કરતા વરાછા મીનીબજાર પ્રિસીસ પ્લાઝામાં આવેલી તેમની ઓફિસમાં મળવા માટે બોલાવ્યો હતો.
રિપુલે દુકાન તેના જાણીતા પ્રવિણ સાવલીયાની છે અને તેની પાસેથી દુકાન પાવર ઓફ ઍર્ટનીથી ખરીદી તેનો દસ્તાવેજ સાળા ભાવેશ લાલજી પાનસુરીયા (રહે.અડાજણ) ના નામે કરાવ્યો છે. સુરેશભાઈએ દુકાનનો સોદો કરી રૂપિયા 3,55,000/- આપ્યા હતા. સોદો કરતી વખતે રિપુલ અને ભાવેશે દુકાનમાં કોઈ લોન, કરજ કે બોજા ન હોવાનુ કહી દસ્તાવેજ પણ બનાવી આપ્યા હતા. દરમિયાન સન-2019માં સુરેશભાઈને વેપાર ધંધા માટે લોનની જરૂરીયાત પડતા અઠવાલાઈન્સની યુકો બ્રાન્ચમાં મોર્ગેજ કરવાની પ્રોસેસ કરતા સહારા દરવાજાની કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા ખબર પડી કે દુકાન ઉપર પ્રવિણ સાવલીયાએ લોન લીધી છે અને તેના રૂપિયા 15,39,686/- લોનની રકમ ભરવાની બાકી હતી. જેથી સુરેશભાઈએ પ્રવિણ સાલવીયાને મળતા તેઓએ કહ્યું હતું કે, રિપુલને રૂપિયા આપવાના હતા તે મારી દુકાના પાવર આપ્યો હતો તેમજ રૂપિયા ન હોવાથી સીટી ફાયનાન્સીલ કન્સ્યુમર ફાસનાન્સ ઈડીયામાંથી લોન લીધી હતી અને દુકાનના અસલ દસ્તાવેજ ત્યાં હોવાનુ બહાર આવ્યું હતું.
ત્યારબાદ 6 મહિના બાદ રિપુલ અને ભાવેશ મળતા સુરેશભાઈને તારાથી થાય તે કરી લેજે અમે સુરતના મોટા બિલ્ડર છીએ અમારૂ કોઈ કાઈ કરી લેવાનુ નથી હવૈ આ દુકાનની લોન બાબતે કે પ્રવિણના અસલ દસ્તાવેજ બાબતી ફરીથી પુછપરછ કરીશ તો જાનતી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જયારે બીજી તરફ ગત તા 2 ફેબ્રુઆરી 2021ના રોજ કોટક મહિન્દ્રા બેન્ક મારી દુકાનની નિલામી પણ કરી નાંખી હતી. બનાવ અગે પોલીસે સુરેશભાઈની ફરિયાદ લઈ પ્રવિણ રાધવ સાવલીયા, રિપુલ કનુ શેલડીયા અને ભાવેશ લાલજી પાનસુરીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500