Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાઈટનાં અજવાળે જુગાર રમતા 7 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

  • October 08, 2021 

સુરતના કડોદરા ખાતે આવેલ ગોકુલનગર નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 7 ઈસમોને કડોદરા પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જીઆઇડીસી પોલીસ ગતરોજ મળસ્કે પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડોદરાના ગોકુલનગર જગ્ગા ભરવાડની બિલ્ડીંગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા ત્યાં જુગાર રમી રંજીતકુમાર સંતોષકુમાર સોનકર, સુનિલ શિવસહાય ગંગા બાજપેયી, જીતેન્દ્રસિંહ ચિંતામનસિંહ રામનારાયણસિંહ, મોનુ બનવારી સોનકર, ત્રિલોકી ઘાનારામ પુસુ ચૌધરી, પ્રેમ લોટન મન્નુ રાજપૂત અને સંજુ રમાશંકર ધુરીયાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દાવ પરના રોકડ રકમ તથા અંગઝડતીના રૂપિયા તેમજ 3 મોબાઇલ મળી કુલ રૂપિયા 47,320/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application