સુરતના કામરેજ તાલુકાનાં ચોર્યાસી ગામની સીમમાં ચોર્યાસી ટોલનાકા નજીક આવેલ એક ખેતરમાં ખુલ્લા છાપરામાં બેસી જુગાર રમી રહેલ 6 ઈસમને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા જ્યારે 5 ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલ ઈસમો પાસેથી પોલીસે કુલ 2,48,940/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, ચોર્યાસી ગામની સીમમાં ચોર્યાસી ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ ગિરનારના પાછળના ભાગે આહીરવાડી ખાતે આવેલ કનાભાઇ ગોજીયાના ખેતરમાં ખુલ્લા છાપરામાં કેટલાક ઈસમો ભેગા મળી પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતાં ઘટના સ્થળે જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, 7 નંગ મોબાઈલ, 6 વાહન તેમજ એક પંખો મળી કુલ રૂપિયા 2,48,940/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયેલા 6 ઈસમો
1.લાલજી વશરામભાઇ પટેલ (રહે.સરથાણા,સુરત),
2.પ્રફુલ્લભાઇ રણછોડભાઇ ખેર (રહે.સરથાણા,સુરત),
3.ભુપતભાઇ કાળુભાઇ રાખોલીયા (રહે.સરથાણા,સુરત),
4.કેલ્વીનભાઇ જીતેન્દ્રભાઇ પુંઠાવાલા (રહે. કતારગામ,સુરત),
5.મનીષભાઇ અંબાલાલ પટેલ (રહે.પુણાગામ,સુરત) અને
6.વલ્લભભાઇ નાગજીભાઇ ઢોંગા (રહે.પુણાગામ,સુરત)
વોન્ટેડ જાહેર કરેલ 5 ઈસમો
1.ભરત હીરાભાઇ ચૌહાણ (રહે.વરાછા રોડ,સુરત),
2.કરસનભાઇ મકવાણા (રહે.લસકાણા,સુરત),
3.રમેશ ઉર્ફે લંગડી શંભુભાઇ ભુવા (રહે.કામરેજ,સુરત),
4.કનાભાઇ ભાયાભાઇ ગોજીયા (રહે.કામરેજ,સુરત) અને
5.ભરતભાઇ પોપટભાઇ માણીયા (રહે.પુણાગામ,સુરત)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500