Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • May 28, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે સલીમ ટોકીઝ પાસે વાઘરી ફળિયામાં તીનપત્તીનો જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 53,110/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે તરસાડી ખાતે સલીમ ટોકીઝ પાસે રહેતી મહિલા રાધાબેન વાઘરી ફળિયામાં બહારથી માણસો બોલાવી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રમાડી રહી છે.




જે બાતમીનાં આધારે કોસંબા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઘટના સ્થળેથી જુગાર રમતી ત્રણ મહિલા અને પાંચ પુરુષને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી દાવ પરના, અંગઝડતીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 53,110/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓ 


1.ગોપાલ દેવરામ સાધુ (રહે.તરસાડી સલીમ ટોકીઝની સામે કબીર આશ્રમ,માંગરોળ)

2.અભિજીતસિંહ વિક્રમસિંહ યાદવ (રહે.તરસાડી સંજયનગર, પંડવાઈ રોડ,માંગરોળ)

3.રાજુ ઉર્ફે પોંજો મેરૂભાઈ વાઘરી (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે, વાઘરી ફળિયું,માંગરોળ)

4.રેખાબેન રાજુભાઇ વસાવા (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે, વાઘરી ફળિયું)

5.રાધાબેન સોમાભાઇ વસાવા (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે,માંગરોળ)

6.હેતલબેન અનિલભાઈ વસાવા (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે,માંગરોળ)

7.યોગેશભાઈ ઉર્ફે ઘારીયો વિજયભાઇ વસાવા (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે,વાઘરી ફળિયું)

8.મહેશભાઇ મુળજીભાઈ વસાવા (રહે.તરસાડી, સલીમ ટોકીઝ પાસે, વાઘરી ફળિયું,માંગરોળ).





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application