Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાદરામાં દેશી તમંચા સાથે યુપીનો શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 09, 2022 

સુરતનાં ગોડાદરાની લક્ષ્મણનગર સોસાયટીમાંથી એસઓજીએ દેશી બનાવટના તમંચા સાથે યુપી વાસીનાં એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટાફનાં માણસને મળેલ બાતમીનાં આધારે, પોલીસની ટીમે ગોડાદરાની લક્ષ્મણ નગર સોસાયટીના પ્લોટ નંબર-177 નજીક વંદના હેન્ડ પ્રિન્ટ પાસે મોપેડ નંબર જીજે/05/એનઆર/7854 પર બેઠેલા બછરાજસિંહ ઉર્ફે બબલુસિંહ જયરામસિંહ રાજપૂત (ઉ.વ.41, રહે.155, રઘુવીરધામ સોસાયટી, બૈજનાથ મંદિર પાસે, નિલગીરી રોડ, ગોડાદરા અને મૂળ.ટેઢા પચખુરા,તા.સુમેરપુર,જિ. હમીરપુર,યુપી) નાને ઝડપી પાડ્યો હતો.



જોકે પોલીસે શખ્સ પાસેથી દેશી બનાવટનો તમંચો કબ્જે લીધો હતો અને પોલીસે બૈજનાથની અટકાયત કરી તમંચો રૂપિયા 5 હજાર, મોબાઇલ અને મોપેડ મળી કુલ રૂપિયા 45 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application