સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં નસારપુર ગામે તીન પત્તીનો જુગાર રમી રહેલ 4 ઈસમોને ઉમરપાડા પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 1930/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, નસારપુર ગામે કાકડવા ફળિયાની પાછળના ભાગે આવેલ ખેતરની ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. જ્યાં કેટલાક વ્યક્તિઓ પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઈ જુગાર રમી રહેલ વ્યક્તિઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી ચાર વ્યક્તિ શૈલેષભાઈ નગીનભાઈ વસાવા (રહે.નસારપુર ગામ), હસમુખભાઈ ફુલજીભાઈ ચૌધરી, (રહે.સાબરીયા ગામ), મયુરભાઈ મોહનભાઈ વસાવા, (રહે.નસારપુર ગામ) તથા દેવેન્દ્રભાઈ વલ્લભભાઈ વસાવા, (રહે.નસારપુર ગામ)ના ઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ, તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1930/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500