Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી બનાવટની સિગારેટ વેચનાર 2 દુકાનદાર ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 25, 2021 

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગમાં સાંઇ ક્રિષ્ના બનારસી પાન અને સીગેરીયા નામની દુકાનમાં પોલીસે દરોડા પાડી વિદેશી બનાવટની સિગારેટના બોક્સ કબ્જે કરી બંને દુકાન માલિક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરા પોલીસને મળેલ બાતમીના આધારે, વેસુના ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા સાંઇ ક્રિષ્ના બનારસી પાન અને સીગેરીયા નામની પાન-બીડીની દુકાનમાં પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે બંને દુકાનમાં સર્ચ કરતા વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. જેમાં સાંઇ ક્રિષ્ના બનારસી પાનમાંથી વિદેશી બનાવટની સિગારેટના 18 બોક્સ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 4740/-હતી અને દુકાન માલિક શુભમ ઉર્ફે ચંચલ સુભાષચંદ્ર શુક્લા તેમજ સીગેરીયા નામની દુકાનમાંથી 5 બોક્સ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 1920/- હતો અને દુકાન માલિક બ્રીહત રમણ સેહગલને ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application