સુરતના ઓલપાડ તાલુકાના મોર ગામ ખાતે આબળ ફળિયાના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઓલપાડ પોલીસે રેડ કરતા જુગાર રમતા 11 ઈસમો પૈકી 1ની અટક કરી હતી જ્યારે અન્ય 10 ઈમોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 73,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડના મોર ગામના આબળ ફળિયાના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીના ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ઓલપાડ પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 1ની અટક કરી હતી અને અન્ય 10 ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, પોલીસે 6 મોટરસાઇકલ કબ્જે લીધી હતી અને 1ની અટક કરી 10 આરોપીને વોન્ટેડ જાહેર કરી દાવ ઉપરના 10,200/- રોકડા તેમજ અંગ ઝડતીના 2800/- અને 6 મોટરસાઇકલની કિંમત 60,000/- મળી કુલ રૂપિયા 73,000/-નો મુદ્દામાલ કબ્જે કરી મોર ગામના કાલુભાઇ રામજીભાઈ પટેલની અટડ કરી હતી જ્યારે જુગાર રમાળનાર દેવું ઉર્ફ ચિત્તતું પટેલ ,મનીષ ભાણા પટેલ ,અમૃત સોમા પટેલ, શનિ પટેલ, તેમજ અન્ય 6 મોટરસાઇકલના ચાલક મળી અન્ય 10 ઇસમોને પોલિસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500