સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે. સંચાલકોએ રાતોરાત ઓનલાઈન ક્લાક બંધ કરી દેવાના મનસ્વી નિર્ણયને લઈને વાલીઓમાં આક્રોષ ફેલાયો છે અને આ મામલે સવારે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ નાના-નાના બાળકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મોરચો કાઢી પ્લે કાર્ડ લઈ ધરણા વિરોધ પ્રદર્શન સાથે ઓનલાઈન કલાસ શરુ કરવાની માંગણી કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ વર્ષથી કોરોના માહામારીના કારણે હાલમાં પ્રાથમિક સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યા છે ગત મહિનામાં કોવીડ-૧૯ના કેસોમાં ઘટાડો થતા સરકાર દ્વારા તબક્કાવાર ધોરણ ૯ થી ૧૨ના ઓફલાઈન વર્ગો શરુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આમ છતા ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હજુ પણ ઓનલાઈન કલાસના માધ્યમથી જ અભ્યાસ કરી રહ્યા છે આ સ્થિતિમાં પીપલોદ વેસુ ખાતે આવેલી ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોના સંચાલકો દ્વારા ઓનલાઈન અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ જવા પામી છે.
વિદ્યાર્થીના અભ્યાસક્રમની ચિંતાને ધ્યાને રાખીને આજે સવારે મોટી સંખ્યામાં વાલીઓ અને નાના-નાના વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો ઘેરાવ કર્યો હતો. વિદ્યાથીઓ અને વાલીઓ હાથમાં ર્સ્ટાટ ઓનલાઈન કલાસ, બેટી બચાઓ બેટી પઢાઓ, ઓનલાઇન ક્લાસ બંધ છે તો વિદ્યાથીઓ કેવી રીતે ભણશે, જેવા વિવિધ પ્લે કાર્ડ લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર વિરોધ પ્રદશનો કરવાની સાથે ધરણા કર્યા હતા. વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને ઓનલાઇન ક્લાસ નહિ શરૂ થાય તો ઉગ્ર લડત ચલાવવાનું આહવાન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500