રૂદરપુરા ખારવાવાડમાં રહેતો યુવક રાત્રે તેના મિત્ર સાથે ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ પાસે આવેલ સર્વોદય પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા માટે ગયો હતો. યુવકે બાઈકમાં રૂપિયા ૫૦૦નું પેટ્રોલ ભરાવ્યા બાદ ફ્રી સ્કીમમમાં આપવામાં આવતી પાણીની બોટલ માંગતા પેટ્રોલપંપના કર્મચારીઓએ તેની સાથે ઝઘડો કરી ઘેરી લઈ ઢીકમુક્કીનો મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત બંને મિત્રો દારૂ પીધેલા હોવાથી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા ત્યાં યુવક બેભાન થતા તેને સારવાર માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોઍ તેને મરણ જાહેર કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પેટ્રોલ પંપના ચાર કર્મચારીઓની અટકમાં લઈ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ રૂદરપુરા ખારવાવાડમાં રહેતા રવિન્દ્ર ગણેશભાઈ સાંગડીયા રાત્રે તેના મિત્ર નિખિલ જશવંત પ્રજાપતિ સાથે ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ પાસે આવેલ સર્વોદય પેટ્રોલ પંપ ઉપર બાઈકમાં પેટ્રોલ ભરાવા માટે ગયો હતો. રવિન્દ્રઍ બાઈકમાં રૂપિયા ૫૦૦નું પેટ્રોલ ભરાવ્યું હતું. રવિન્દ્રએ ૫૦૦ રૂપિયાથી વધુ પેટ્રોલ ભરાવે તો પાણીની બોટલ ફ્રી આપવાનની સ્ક્રીમ હોવાથી પાણીની બોટલ માંગી હતી. જોકે, પેટ્રોલ પંપના કર્મચારી્એ બોટલ આપવાની ના પાડી ઝઘડો કરી તેને ઘેરી વળી ઢીકમુક્કી મુક્કીનો મારમાર્યો હતો.
દરમિયાન પેટ્રોલીંગમાં પસાર થતા પોલીસની ધ્યાન જતા બંને મિત્રોને મારથી બચાવી દારૂ પીધેલા હોવાથી પોલીસ સ્ટેસનમાં લઈ ગયા હતા. બીજી તરફ રવિન્દ્રનો ભાઈઓ પણ પોલીસ સ્ટેસનમાં પહોચી ગયા હતા. ત્યાં એકાએક રવિન્દ્રની તબીયત લથડી બેભાન થઈ ગયો હતો. રવિન્દ્રને તાબડતોડ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો. પોલીસે મૃતક રવિન્દ્રના ભાઈની ફરિયાદ લઈ પેટ્રોલના ચાર કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500