સુરત શહેરમાં કોરોના મહામારીથી રોજિંદા મૃત્યુનો ક્રમાંક વધી રહ્યો છે. શહેરના વિવિધ સ્મશાનભૂમિમાં લાંબા વેટીંગ બાદ હવે લોકો ગ્રામ્ય વિસ્તારમાં અંતિમક્રિયા કરવા આવી રહ્યા છે. બારડોલી, કડોદરા બાદ હવે કામરેજના ખોલવાડ ખાતે આવેલી સમ્શાન ભૂમિમાં રોજિંદા 25 લાશ આવે છે. તેથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ અંતિમક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
ખોલવાડ ખાતે સીતારામ ટ્રસ્ટ સંચાલિત મુક્તિધામમાં સુરતમાંથી મૃતદેહો લઈને લોકો આવી રહ્યા છે. આ સ્મશાનમાં છેલ્લા એક અઠવાડીયાથી દરોરજ 20 થી 25 મૃતદેહોને અંતિમક્રિયા માટે લાવવામાં આવે છે.
સુરત ખાતે ઉભી થયેલી આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર ગામડાઓમાં પણ વર્તાઈ રહી છે. ખોલવાડ ખાતે હવે સ્થાનિકોને અંતિમ સંસ્કાર કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. જોકે, ટ્રસ્ટના સંચાલકો તથા સ્ટાફ આવનાર તમામ લોકોની ખડેપગ સેવા બજાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500