અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.૨૭૮, યોગીધારા સોસાયટી, ઉત્રાણ, અમરોલીમાં રહેતા (મૂળવતન:સિયાનાઅગર, તા:ગઢડા, જિ:બોટાદ) ભરતભાઈ પરમારના ૩૨ વર્ષીય પુત્ર પંકજભાઈ પરમાર કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૩ ફૂટ છે. તેમણે શરીરે પીળા કલરનો શર્ટ તથા રાખોડી કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500