Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા પોલીસે ઝારખંડની મહિલાનું અપહરણ કરનાર યુવકને ઝડપી પાડ્યો

  • July 04, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે રહેતો યુવક ઝારખંડ રાજ્યના ખાંટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાનું અપહરણ કરી ગયો હતો. પલસાણા પોલીસે મહિલા અને અપહરણ કરી જનાર યુવાનની ધરપકડ કરી તેનો કબ્જો ઝારખંડ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઝારખંડ રાજ્યના ખાંટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સાઈરામ સોસાયટીમાં રહેતો, આકાશ ગ્યાનચંદ પાસવાન નામનો યુવક અપહરણ કરી ગયો હતો. જે અંગે ઝારખંડ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ઝારખંડ પોલીસે પલસાણા પોલીસની મદદ માંગતા પલસાણા પોલીસે તપાસ હાથ ધરતા બાતમીના આધારે મહિલાનું અપહરણ કરનાર આકાશ પાસવાન (મૂળ રહે.તાજપુર, જિલ્લો.ગાજીપુર,યુ.પી) નાને પલસાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ઝારખંડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application