કડોદરા રોડ સારોલી સ્થિત પાણીની ટાંકી પાસે આવેલ જ્યોતિ કાર્ગો ટ્રાન્સપોર્ટના માલીક અને મેનેજરએ યાર્નના વેપારી દ્વારા કુલ રૂપિયા ૨૮.૧૨ લાખનો યાર્નનો માલની ઓલપાડ સાયણ રોડ ખાતે આવેલ તુલસી ઉદ્યોગ અને શ્રી જયનેશ ટેક્ષટાઈલ ખાતે ડીલીવરી નહી કરી બારોબાર માલને સગેવગે કરી નાંખી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
આ બનાવ અંગે પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઘોડદોડ રોડ રત્નમીલન એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા વિનયભાઈ લોકિય અગ્રવાલ (ઉ.વ.૪૫)એ સારોલી પાણીની ટાંકી પાસે કેવલ એસ્ટેટમાં આવેલ જ્યોતિ કાર્ગો ટ્રાન્સપોર્ટના માલીક રાજેશ ગૌર અને મેનેજર કરણ ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં વિનયભાઈએ જણાવ્યું હતું કે તેઓએ આરોપીઓને ગત તા ૮મી જાન્યુઆરીના રોજ બરોરના બાર વાગ્યાના આરસામાં ગોડાઉનમાંથી કુલ રૂપિયા ૨૮,૧૨,૭૪૮/-નો કિમંતનો ૧૧૫૦૦ કિલો યાનનો માલ ઓલપાડના સાયણ સિવાન વિલેજ ખાતે આવેલ તુલસી ઉદ્યોગ અને ઓલપાડ સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલ શ્રી જયનેશ ટેક્સટાઈલમાં ડીલીવરી કરવા માટે આપ્યો હતો. પરંતુ આરોપીઓએ યાનના માલની ડીલેવરી નહી કરી બારોબાર વેચી નાંખ્યો કે પછી સગેવગે કરી નાંખી છેતરપિંડી કરી હતી. પોલીસે વિનયભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500