Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉડીસાના વેપારીએ સિલ્કસિટી માર્કેટમાં કાપડના વેપારી સાથે 5.59 લાખની છેતરપીંડી કરી

  • July 28, 2021 

સુરત શહેરના રિંગરોડ પર આવેલ સિલ્કસિટી માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીને ઉડીસાનો ઠગબાજ વેપારી ભેટી ગયો હતો. સુરતના કાપડ દલાલ મારફતે વેપારીએ ઉડીસામાં 5.59 લાખ રૂપિયાનો માલ મંગાવી સમય મર્યાદામાં પૈસા ચૂકવી દેવાનો વાયદો આપ્યો હતો. જોકે, 5 વર્ષ બાદ પણ પૈસા ચુકવવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કાપડના વેપારીએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાપડ દલાલ અને ઉડીસાના વેપારી સામે 5.59 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલ રિલાયન્સ મોલ પાસે પૂજા અભિષેક રેસિડેન્સીમાં રહેતા કપિલ સોહનલાલ અગ્રવાલ રિંગરોડ પર આવેલ સિલ્કસિટી માર્કેટમાં સુહાની ફેશન  નામની દુકાન ધરાવે છે. 2016માં સુરતના કાપડ દલાલ સંજય અગ્રવાલ (રહે.૧૦૦૪,મિલેનિયમ-૪, ભાઠેના, સુરત)ના માધ્યમથી પુરૂસોત્તમલાલ ઝુનઝુનવાળા (શાંતિ ટેક્ષટાઇલ, કવીસ ટેક્ષટાઇલ, કવિશ સાડીઝના અધિકૃત વહીવટકર્તા) (રહે.પીથાપુર, હોલ્ડીંગ નં-૧૩૫/ઍ, વોર્ડ નંબર-૨૯, બુકસ બજાર, કટક (ઉડીસા) (રહેવાસી-સી.ડી.ઍ. ૧૫૬૫/આઇ.સી. દેવ સ્કુલ મૈઇન ગેટ, સેક્ટર-૬ પાછળ, વીડાનાસી, કટક, ઉડીસા) સંપર્કમાં આવ્યા હતા. પુર્ષોત્તમલાલે પોતાની ઓળખ ઉડીસાના મોટા વેપારી તરીકે આપી હતી. આ ઓળખ આપ્યા બાદ ગત તારીખ 28/05/2016 થી 16/09/2017 સુધીના સમયગાળા દરમિયાન તેમની પાસેથી 5,59,093 રૂપિયાનો ડાઇડ વર્કવાળી સાડીનો માલની ખરીદી કરી હતી. જાકે આ માળના પૈસા માત્ર 30 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો.

 

 

 

 

પરંતુ 5 વર્ષ બાદ પણ એક પણ રૂપિયો ન આપતા આખરે કપિલભાઇ એ ઉઘરાણી શરુ કરી હતી. જેથી કપિલને એલફેલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે કપિલે ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાપડ દલાલ સંજય અગ્રવાલ અને પુર્ષોત્તમલાલ સામે 5.59 લાખની ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application