Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાંતીથૈયા ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

  • October 26, 2021 

સુરત જિલ્લાની કડોદરા પોલીસની ટીમ રવિવારના રોજ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાંતીથૈયા ગામે આવેલી શ્રી ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, મહારાજા ફ્રૂટ કંપનીની બાજુમાં આવેલ જૂના રહેણાક મકાનમાં એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે છે જે બાતમીના આધારે, પોલીસે સ્થળ પર જઈ રેડ કરતા ત્યાંથી અજય મયારામ પરમાર (ઉ.વર્ષ 21, રહે.તાતીથૈયા) નાને પકડી પાડ્યો હતો. જોકે આ ગુનામાં પોલીસે મધ્ય પ્રદેશથી પિસ્તોલ લાવનાર મયારામ સિદ્ધલાલજી પરમાર અને સપ્લાય કરનાર કયામ ખાનને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે 25 હજારની દેશી પિસ્તોલ અને 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 34 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application