બારડોલી તાલુકાનાં પણદા ગામ નજીક બળદગાડા સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના કડોદ ગામે રહેતો દિવ્યેશ શાંતિલાલ લાડ (ઉ.વ.26) પલસાણા તાલુકાનાં જોળવા ખાતે કંપનીમાં નોકરી કરતો હતો અને ગતરોજ સવારે મોટર સાયકલ પર જોળવાથી કડોદ પરત ફરી રહ્યો હતો. તે સમયે બારડોલીથી માંડવી જતાં રોડ પર પણદા ગામની સીમમાં દિવ્યેશે તેનું મોટર સાયકલ પૂરઝડપે હંકારી આગળ ચાલતા બળદ ગાડામાં અથડાવી દીધું હતું. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં દિવ્યેશનું સ્થળ પર જ મોત નીપજયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application