સુરત રેલ્વે પોલીસ અને આરપીએફએ ઓડિશાના ગંજામથી અમદાવાદ-પુરી ટ્રેનમાં હેરાફેરી કરવામાં આવી રહેલા 19.115 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો જયારે સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી મિતિ મુજબ, રેલ્વે પોલીસ અને આરપીએફને પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચલથાણ રેલ્વે સ્ટેશન પસાર કરનાર અમદાવાદ-પુરી ટ્રેનમાં એસ 9 કોચમાં સીટ નંબર 7 અને 8 રેક્ઝીન અને 2 બેકપેક બેગ સાથે શ્યામસુંદર ત્રિલોચન પ્રધાન (ઉ.વ.30,રહે.ડાયમંડ નગર,બાપા સીતારામ હોલની પાછળ,લસકાણા અને મૂળ.બુગુડા,જિ.ગંજામ,ઓડિશા) નાએ પોતાની હોવાનું જણાવ્યું હતું. પોલીસે શ્યામસુંદરને અટકાયતમાં લઇ રેક્ઝીનની થેલી ઉપરાંત બે બેકપેક બેગની તલાશી લીધી હતી. જેમાં 19.115 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા 1.91 લાખ હતો. પોલીસે ગાંજાનો જથ્થો ઉપરાંત રોકડ રકમ, મોબાઇલ ફોન અને રૂપિયા 1.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે શ્યામસુંદરને ગાંજાનો જથ્થો તેના જ વતનનો શંભુ પરીડા સૂર્યા પરીડા ઉર્ફે સુઝ પરીડા (રહે.ઓડિશા) મોકલાવ્યાનું અને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડયા બાદ તાપી નદીના ઓવર બ્રિજ પહેલા ચાલુ ટ્રેનમાંથી ગાંજાની બેગ ફેંકી દેવાનું કહ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શ્યામસુંદરની ધરપકડ કરી શંભુ પરીડાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500