સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામની સીમમાંથી નેશનલ હાઇવે નંબર-48 પરથી ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમીના આધારે એક આઈશર ટેમ્પોમાં ખીચોખીચ ભરીને લઈ જવાતા 18 જેટલા પશુઓને બચાવી લીધા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમીના આધારે, વડોદરાથી એક આઈશર ટેમ્પો નંબર જીજે/16/એયુ/2768નો ચાલક રમણ હરી પરમાર (રહે.વ્હાલું,જિ.ભરુચ) ટેમ્પોમાં ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી ગળામાં તથા એકબીજાના પગ બાંધેલા પાડા અને પાડીયા ભરી સુરત તરફ આવી રહ્યો હતો. જે બાતમીના આધારે ઊંભેળ ગામની સીમમાં આ ટેમ્પો અટકાવતાં ટેમ્પોમાંથી 18 જેટલા પાડા અને પાડીયા મળી આવ્યા હતા. આ પાડા પાડીયા ભરુચ જિલ્લાના વાગરા તાલુકાનાં વિલાયત ગામેથી ભર્યા હતા અને સુરત મીઠીખાડી ખાતે લઈ જવાના હતા. ટેમ્પોમાં રમણભાઈ સાથે બેઠેલો અજાણ્યો શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે કામરેજ પોલીસને જાણ કરતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application