સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં નોકરાણી તરીકે કામ કરતી બે મહિલાઓએ સંખ્યાબંધ ઘરમાં ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. ટીના પાસવાન અને ભારતી નિશાદ નામની બંને મહિલાઓ સામે ઉમરામાં પહેલી નોકર ચોરીની ફરિયાદ નોંધાયા બાદ વધુ ત્રણ ચોરીના ગુના નોંધાયા છે. બંને મહિલાઓએ અડાજણમાં પણ એક યાદવ પરિવારના ઘરે નોકરાણી તરીકે કામ કરી ઘરમાંથી 55 હજારની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. બંને મહિલાઓ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ પાલ તળાવ નજીક સિધ્ધાચલ વેસ્ટર્ન હાઇટ્સમાં રહેતા શૈલેન્દ્રકુમાર રાજબહાદુર યાદવની 44 વર્ષીય પત્ની સપુનમના ઘરમાં તેઓએ ટીના પાસવાન તથા ભારતી નિશાદ નામની બે મહિલાઓને કામ પર રાખી હતી. ગત તારીખ 8/6/2021 થી કામ પર આવ્યા બાદ તારીખ 18/08/2021ના સમયગાળા દરમિયાન બંને નોકરાણીએ સપૂનમબેનની નજર ચૂકવી ઘરમાં હાથફેરો કર્યો હતો. બંને નોકરાણીએ પરિણીતાના બેડરૂમમાં મુકેલ લોખંડનો કબાટમાંથી એક સોનાનુ મંગળસૂત્ર તથા કાનના ઝૂમખા તેમજ સોનાની બે વીંટીં મળી કુલ રૂપિયા 55,091/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. જોકે, ગતરોજ સવારે આ વાતની જાણ થતા સપૂનમે અડાજણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે બંને સામે નોકર ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application