સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી આધેડ મહિલા ગતરોજ ઓટો રીક્ષામાં બેસી કામ અર્થે જવા નીકળી હતી. આ સમયે ઓટો રીક્ષામાં મુસાફરોને લૂંટી લેતી ટોળકીનો તેઓ શિકાર બન્યા હતા. આધેડ મહિલાની નજર ચૂકવી પેહેલથી જ રિક્ષામાં બેસેલી બે મહિલાઓએ તેમના ગળામાં પહેરેલ રૂપિયા એક લાખનું સોનાનું મંગળસૂત્ર ચોરી કરી લીધી હતું. બાદમાં આધેડ મહિલાંને રીક્ષા માંથી ઉતારી દઇ રિક્ષાચાલક અને બંને મહિલાઓ ફરાર થઇ ગયા હતા. જોકે બાદમાં આખરે મહિલાને ચોરીની જાણ થતા તેઓએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોડાદરા ખાતે આવેલ કેશર ભાવની સોસાયટી પાસે મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા 42 વર્ષિય લક્ષ્મીબેન રામ અન્ના વતૈયા તાટીપામુલા ગતરોજ સવારે 11.50 કલાકના અરસામાં ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે આવી એક ફોટો રીક્ષામાં બેસી કામ અર્થે જવા માટે નીકળ્યા હતા. લક્ષ્મીબેન જે ઓટો રીક્ષામાં બેઠા તેમાં અગાઉથી જ બે ઠગ મહિલાઓ બેઠી હતી. જોકે આ વાતથી લક્ષ્મીબેન અજાણ હતા. મહારાણા પ્રતાપ ચાર રસ્તાથી મારુતિ નગર વચ્ચેના સમયગાળા દરમિયાન આ બંને મહિલાઓએ લક્ષ્મીબેન સાથે વાતો કરી તેની નજર ચૂકવી ગળામાં પહેરેલ રૂપિયા એક લાખના સોનાના મંગલસૂત્રની ચોરી કરી હતી.
જોકે આ ચોરી બાદ બંને મહિલા અને રિક્ષા ચાલકે તેણીને રસ્તા વચ્ચે જ ઉતારી દઇ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ લક્ષ્મીબેનને મંગળસૂત્ર ચોરાયાની જાણ થતાં તેઓએ તાત્કાલિક ગોડાદરા પોલીસ મથક પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ રિક્ષાચાલક તથા બંને ઠગ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક લાખના મંગળસૂત્રની ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500