સુરત જિલ્લાના કડોદરા પાસે બારડોલી રોડ એક પીકઅપની અડફેટે આવી જતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં મકાન નંબર-4માં રહેતા દિલીપકુમાર લાલતાપ્રસાદ યાદવ (ઉ.વ.49) કડોદરામાં આવેલ જેસલ મિલમાં લેબર ઇચાર્જ તરીકે ફરજ બજાવી શનિવારે રાતના 10 વાગ્યા સમયે પોતાની સી.ડી. ડીલક્ષ મોટરસાયકલ નંબર જીજે/05/એચકે/6492 ઉપર કારીગરોને લેવા માટે ગયા હતા અને પરત ફરતી વખતે કડોદરા હદમાંથી જેસલ ડાઈંગની સામે બારડોલી રોડ પરથી સામેથી પુરઝડપે આવતા એક પીકઅપ નંબર જીજે/21/એએ/0995ના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવીને મોટરસાયકલને અડફેટે લીધી હતી.
જેમાં બાઈક ઉપરથી દિલીપકુમાર યાદવ અને પાછળ બેઠેલા શંકર શાહ રોડ પર પટકાતા દિલીપકુમારને માથામાં ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દિલીપકુમારનું મોત નીપજ્યું હતું અને શંકર શાહને ડાબા પગે ઈજાઓ થઈ હતી. આ અકસ્માત સર્જી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઇ વિનયપ્રકાશે પિકપ ચાલક વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500