સુરતનાં બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં રેતી ભરેલ ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રેતી ભરેલ ટ્રક આગળ ચાલતી એક ટ્રકમાં અથડાઇ હતી. સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ઇજા પહોંચી હતી જ્યારે ચાલકની બાજુની સીટ પર બેસેલ યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી ખાતે મહાદેવનગરમાં રહેતા દશરથભાઈ બલીરામભાઈ ધનગર (ઉ.વ.28) નાઓ રેતીનો વ્યવસાય કરે છે અને જેમની પાસે પોતાની એક હાઈવા ટ્રક નંબર જીજે/21/વાય/8640 છે અને તેઓ નિઝરથી રેતી ભરી સુરત ખાતે લાવે છે અને તેઓ ગત તા.25 ડિસેમ્બરના રોજ ટ્રકના ચાલક ગોકુળ મધુકરભાઈ પાટીલ (રહે.સણીયા ગામ,ગોકુલધામ સોસાયટી,ચોર્યાસી) સાથે ટ્રકમાં બેસી નિઝર ખાતે રેતી ભરવા માટે ગયા હતા અને ત્યાંથી રેતી ભરી સુરત ખાતે આવવા નીકળ્યા હતા.તે સમયે ટ્રકના ચાલક ગોકુળભાઈએ ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં હાઈવા ટ્રક આગળ ચાલતી એક ટ્રક નંબર એમએચ/40/બીક્યૂ/9779માં અથડાઇ હતી. જોકે સર્જાયેલ આ અકસ્માતમાં ચાલક ગોકુળ અને ટ્રક માલિકને ઇજા પહોંચતા સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દશરથભાઈને માથાના ભાગે તેમજ પગમાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application