સુરતના મગદલ્લા ઓએનજીસી બ્રીજ પર સવારે કન્ટેઇનર અને સીમેન્ટ મિક્સર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સિમેન્ટ મિક્સરની કેબીન દબાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતુ. ફાયર બ્રિગેડ અને નવી સિવિલથી મળેલી વિગત મુજબ, મગદલ્લા બંદર ખાતે રહેતો પ્રમોદકુમાર રાજેન્દ્રકુમાર શુકલા (ઉ.વ.28) ગતરોજ સવારે સિમેન્ટ કોંક્રીટનું મિક્સર વાહન લઇને વેસુ રોડ તરફ જવા નીકળ્યો હતો. તે સમયે મગદલ્લા બ્રીજ પર પુરપાટ હંકારતા કન્ટેઇનર ચાલકે સિમેન્ટ મિક્સર વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં કન્ટેઇનર પલટીને મિક્સર વાહનની ડ્રાઇવર કેબીન પર પડતા કેબીન દબાઇ ગઇ હતી. જેથી મિક્સર વાહનનાં ડ્રાઇવર પ્રમોદકુમારનું દબાઇ જવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતના લીધે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો જોકે બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ક્રેઇન વડે પલ્ટી ગયેલા કન્ટેઇનરને સાઇડમાં ખસેડયુ હતુ ત્યારબાદ કટર તથા અન્ય સાધનોનો ઉપયોગ કરીને કેબીનમાંથી પ્રમોદકુમારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે ડુમસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application