ડીંડોલી-ઉધના બ્રીજ પર રાત્રે બાઇકને અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. જેમાં ઇજા પામેલા બે મિત્ર પૈકી એક શ્રમજીવી યુવાનનુ મોત થયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, ડીંડોલીમાં નવાગામમાં ગોવર્ધનનગરમાં રહેતો 23 વર્ષીય રાજા માંગીલાલ સોનવણે તેના મિત્ર પવન (ઉ.વ.26, રહે.ડીંડોલી) સાથે ગુરૃવારે મોડી રાતે બાઇક પર ઉધના તરફ જવા નીકળ્યો હતો. તે સમયે ડીંડોલી-ઉધના રોડ ભીમનગર પાસે બ્રીજ પર ત્યારબાદ ગંભીર ઇજા પામેલા રાજાને 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. જયારે તેના મિત્ર પવને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયારે રાજા છુટક મજુરી કામ કરતો હતો. નવી સિવિલ ખાતે રાજાનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, રાજાના ગૃપ્તભાગે ગંભીર ઇજા થતા ગુપ્તાંગ અડધુ કપાઇ ગયુ હતુ. જેથી તેનું મોત થયુ હતુ. બનાવ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ઘરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application