કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોના હિતમાં અવાર-નવાર નિર્ણયો લેવાતા હોય છે ત્યારે તાજેતરમાં વનનેશન-વનરેશન યોજના સમગ્ર ભારતમાં અમલી બનાવવામાં આવી છે આ યોજના હવે સુરતમાં પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે સુરતના રાશન કાર્ડ ધારકો પણ સરકારની આ યોજનાનો લાભ મેળવે તે જરૂરી છે
સુરત શહેર અને જિલ્લો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહિં યુપી, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના તમામ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે આવતા હોય છે એટલે જ સુરતને મીની ભારત ઉપનામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત શ્રમિક વર્ગ સમા ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ સહિતના સ્થળોએથી આદિવાસી પરિવારો ખેત મજૂરી તેમજ છૂટક મજૂરી માટે આવતા હોય છે આવામાં જો કોઈને રાસન મેળવવું હોય તો તેઓએ પોતાના કાર્ડ માં સુધારા-વધારા કરીને સુરતનું સરનામું કરાવવું પડે જેથી સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મળી શકે પરંતુ હવે આ ઝંજટમાંથી મુક્તિ મળી ગઈ છે કારણકે વન નેશન-વન રાશન યોજના સુરતમાં પણ અમલી બની ગઈ છે.
આ નવી યોજના રેશનકાર્ડ ધારકોને કોઈપણ દુકાનેથી રાશન મળી શકશે સરનામામાં પણ કોઈ ફેરફાર કરવાની જરૂર નથી ધારો કે કોઈ વ્યક્તિનું રેશનકાર્ડ યુ.પી.નું છે અને તે ધંધા નોકરી માટે સુરતમાં આવ્યો છે તો તેને સુરતમાં કોઈપણ રાશનની દુકાનેથી અનાજ મળી જશે સુરત શહેરમાં અંદાજિત ૫૫ લાખની વસતી અને જિલ્લામાં ૨૨ લાખની જનસંખ્યા છે એ પ્રમાણે શહેરના સ્થાનિક વિસ્તારોમાં કોઈપણ રાશનની દુકાનથી અનાજ મળી જશે ઔદ્યોગિક પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરી, કંપની, ફેક્ટરીમાં કામ કરતા હોવાથી એવો આ યોજનાનો વધુ લાભ લઈ શકશે તો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરમાં સ્થાઈ થયેલા લોકો પણ શહેરમાં નજીક આવેલી રાશનની દુકાનેથી અનાજ લઈ રહ્યા છે આ યોજના પર પ્રાંતિય અને ખેત મજૂરી સાથે સંકળાયેલા પરિવારો માટે આશીર્વાદરૂપ છે પુરવઠા વિભાગના અધિકૃત સુત્રો મુજબ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક હોય તો કોઈપણ રાશનની દુકાનેથી અનાજ મળી શકે છે જેથી કાર્ડધારકો એ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવી લેવું અને યોજનાનો લાભ મેળવે તેમ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500