સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ વિસ્તારમાં રહેતા અને ટીવી રીપેરીંગનુ કામકાજ કરતા આધેડના ઘરમાંથી નોકરીના પહેલા જ દિવસે ગણતરીના કલાકોમાં બે કામવાળી કબાટ માંથી રૂપિયા ૧.૨૨ લાખના મતાના દાગીના ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, જહાંગીરાબાદ કેનાલ રોડ સ્થિત સંગીની સ્વરાજ રેસીડન્સીમાં રહેતા વિપુલભાઈ અરૂણભાઈ ગાંધી (ઉ.વ.૬૦) ટીવી રીપેરીંગનું કામકામજ કરે છે. વિપુલભાઈના ઘરે બે દિવસ અગાઉ ઘરકામ માટે બ્રેડ લાઈનર સર્કલ પાસે પનાસ ગામ ખાતે રહેતા ગીતા ઉર્ફે બળેલી ગોવર્ધન વાઘરી અને લક્ષ્મી ઉર્ફે ઠગી ભરત પવાર આ્વ્યા હતા. બંને નોકરાણીએ વિપુલભાઈ સાથે પ્રથમ દિવસે પગાર નક્કી કર્યા બાદ કામ કરી મોકો જોઈ કબાટ માંથી સોના-ચાંદીના સિક્કા, સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી અને વીંટી સહિતના કુલ રૂપિયા ૧.૨૨ લાખની મત્તાના દાગીના ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે વિપુલભાઇએ બેડરૂમનો કબાટ ખોલી ચેક કરતા તેમાંથી ગાયબ હતા. બનાવ અંગે વિપુલભાઈ ગાંધીએ બંને કામવાળી મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જહાંગીરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application