સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનના ખેતરોમાં બનેલા ગેરકાયદે શેડને નોટીસ આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ખેતરોમાં શેડ બનાવી ખાણી પીણીની હાટડી શરૃ થઈ ગઈ છે તેમાં નોનવેજ ઢાબા વધી જતાં ફરિયાદ થઈ હતી.
સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં પાલના ખેતરોમાં ગેરકાયદે શેડ ઉભા કરી તેમાં નોનવેજ ઢાબા ઉભા કરી દેતાં આસપાસના વિસ્તારમાં ન્યુસન્સ ફેલાયું છે. મોડી રાત્રી સુધી ખાણી-પીણી સાથે કેટલાક ન્યુસન્સ રૂપ લોકો પણ અડીંગો જમાવતાં હોય સ્થાનિકોએ ફરિયાદ કરી હતી અને જૈન સંગઠન સાથે પુર્વ ડે. મેયર નિરવ શાહે પાલિકાના પદાધિકારીઓને આવેદન પત્ર આપ્યુ હતું તેથી રાંદેર ઝોન દ્વારા 17થી વધુ શેડને નોટીસ ફટકારી ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે જણાવ્યું છે. પાલિકાની નોટીસ બાદ પણ જો આ ગેરકાયદે શેડ ચાલુ રહેશે તો પાલિકા ડિમોલીશનની કામગીરી કરશે તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application