કોસંબા પોલીસ સ્ટેશન વર્ષ 2019ના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે મોટીનરોલી પાટિયા નજીકથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.09/02/2019ના રોજ કીમ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે-48 ઉપર આવેલ બાયોડિઝલ પંપની ઓફિસમાં 4 શખ્સોએ પ્રવેશ કરી કર્મચારીને માર મારી લુંટ ચલાવી હતી. ઘટના અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં આ ગુનામાં સંડોવાયેલ શખ્સ મનુભાઈ નાઠાભાઇ કટારા (રહે.બોરકુંડા,રાજસ્થાન) જે છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે તેને કોસંબાથી મોટીનરોલી ગામના પાટિયા નજીકથી ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તા.09/02/2019ના રોજ તેના મિત્રો દિનેશ નરસિંગભાઈ મુનીયા (રહે.મુડાહેડા,સાજાફળિયું,તા.ઝાલોદ), ઉમેશ રૂપસિંગ સંગાડા તથા ધનાભાઇ ખીમાંભાઈ ખીહોરી સાથે મળી કીમ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ બાયોડિઝલ પંપની ઓફિસમાં પહોંચી કર્મચારીઓને લાકડીના ફટકા મારી રોકડ રકમ, સોનાની વીંટી તેમજ મોબાઈલ ફોનની લુંટ ચલાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500