સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવો પણ બનાવાયા હતા. પરંતુ કેટલીક મૂર્તિઓનું વિસર્જન નહેરમાં અને અનેક અવાવરૂ જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. જેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડીંડોલી, ચલથાણ જેવા અનેક વિસ્તારોની નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની અને માટીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. ઉધના, પાંડેસરના 100થી વધુ સ્વયંસેવકોએ આ કાર્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દશામાની મૂર્તિઓ પણ આવી જ રીતે નહેરોમાં રઝળતી હાલતમાં જોવા મળી હતી. જેમને ફરીથી દરિયામાં વિસર્જિત કરાઇ હતી. પીઓપીની મૂર્તિની તેમજ નહેરોમાં વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં લોકો દ્વારા કરાયેલ આવી હરકતના કારણે અનેક ગણેશભક્તોની લાગણી દુભાય છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષે કહ્યું કે, 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. અમારી સંસ્થા છેલ્લા 5 વર્ષથી આ કાર્ય કરે છે અને એ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિ જોવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500