સુરત શહેરના લિંબાયત શિવાજીનગરમાં રહેતા શ્રમજીવી મહિલાનો ૧૭ વર્ષીય પુત્ર અઠવાડિયા અગાઉ મિત્રની બર્થ ડે પાર્ટીમાં જવાનું કહી ઘરેથી નિકળયા બાદ પરત નહી આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પડોશી સહિત સગાસંબંધીઓની પુછપરછ કરવા છતાંયે કોઈ ભાળ નહી મળતા આખરે ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત શિવાજી નગર ગલી નં-૩માં છેલ્લા ત્રણ મહિનાથી ભાડાના મકાનમાં રહેતા રત્નાબેન સદામ રામદાસ કુંમાવત (ઉ.વ.૩૮)ના પતિનું ચાર વર્ષ પહેલા કેન્સરની બિમારીના કારણે અવસાન થતા જરી મજુરીકામ કરી બે સંતાનનું ભરણપોષણ કરે છે. રત્નાબેનની ૨૦ વર્ષની દીકરી દીવ્યાબેન હીરા મજુરી કામ જયારે ૧૭ વર્ષીય પુત્ર અક્ષય ડિંડોલી ઓમનગરમાં આવેલ રંગીલા કેફેમાં બીલ બનાવવાની નોકરી કરે છે. ગત તા ૧લી જુલાઈના રોજ અક્ષય રાત્રે જમીને દસેક વાગ્યે આવુ છું હોવાનુ કહીને ઘરમાંથી નિકળયો હતો. બાર વાગ્યા સુધી પરત નહી આવતા તેની બહેન ફોન કરતા હું મીત્રની બર્થ ડે પાર્ટીમાં છુ અને થોડી વારમાં ઘરે અવી જઈ કહેવા માતા-દીકરી બંને સુઈ ગયા હતા.
જોકે બીજા દિવસે સવારે પણ નહી આવતા તેઓ ચિંતામાં મુકાયા હતા અને ફરીથી ફોન કરતા અક્ષયે હું આવુ તેમ કહી ફોન કટ કર્યા હતો. અક્ષય સાથે વાત થયા બાદ માતા- દીકરીએ પોતાના કામના સ્થળે ગયા હતા. જોકે સાંજે છ વાગ્યે ઘરે આવ્યા ત્યારે પણ અક્ષય ઘરે મળી આવ્યો ન હતો અને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતા પડોશી, સોસાયટીના લોકો તેમજ સગાસંબંધીઓની પુછપરછ કરવા છતાંયે કોઈ ભાળ મળી ન આવતા આખરે ફરિયાદ નોધાવતા પોલીસે રત્નાબેનની ફરિયાદ લઈ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500