Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિસર્જનના દિવસે ધોળે દિવસે બંધ મકાન માંથી થઇ લાખોની ચોરી

  • September 21, 2021 

સુરતના કતારગામ મગન નગર-૨માં આવેલા ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતો એક પરિવાર ગણેશ વિસર્જનની યાત્રા જોવા માટે ચોકબજાર ખાતે ગયો હતો. તે દરમ્યાન તસ્કરો મકાનમાં ઘુસી ગયા હતા અને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧.૯૪ લાખની ચોરી કરી ભાગી છુટ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, કતારગામ મગન નગર-૨માં ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં ૨૭ વર્ષીય નયનાબેન હાર્દિકભાઇ પટેલ નામની વિધવા મહિલા પોતાની બહેન હીના મોન્ટુ પરમાર, બનેવી મોન્ટુ નાજા પરમાર અને ૧૦ વર્ષીય ભાણેજ આદિત્ય પરમાર સાથે રહે છે. તા.૧૯મી સપ્ટેમ્બર રવિવારના દિવસે ગણેશ વિસર્જન હોવાના કારણે નયનાબેન વરીયાવી બજાર વાંસફોડામાં રહેતા માતા પિતાના ઘરે ગયા હતા. ત્યાંથી બપોરના સમયે વિસર્જન યાત્રા જોવા માટે ચોકબજાર ખાતે ગયા હતા. ત્યારબાદ રાત્રિના પોણા અગિયાર વાગ્યાના અરસામાં પરત ઘરે આવ્યા હતા. તે દરમ્યાન મકાનનું તુટેલી હાલતમાં જોતાં તેમના હોશ ઉડી ગયા હતા. મકાનમાં જઇ તપાસ કરતા કબાટ માંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૧.૯૪ લાખની ચોરી થઇ હોવાનું નયનાબેનને જાણવા મળ્યુ હતુ. આ બનાવ સંદર્ભે નયનાબેને કતારગામ પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુર્યા મરાઠીના મર્ડરમાં સંડોવાયેલા હાર્દિક પટેલના મકાનમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ છે. જોકે મર્ડર કેસમાં હાર્દિક પટેલ પણ ઘવાતા તેનું મોત નિપજ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application