Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલનપોર અને ભીમરાડ ખાતે મેટ્રોએ પાલિકા પાસે પાંચ વર્ષ માટે જગ્યા ભાડે માંગી

  • September 22, 2021 

સુરત શહેર માટે અતિ મહત્વના એવા મેટ્રો પ્રોજ્કેટના કાસ્ટીંગ યાર્ડ બનાવવા માટે પાલનપોર અને ભીમરાડ ખાતે ૬૦૨૫૪ ચો.મી. જગ્યા ફાળવવામાં આવશે. આ જગ્યા મેટ્રો દ્વારા સુરત મ્યુનિ. પાસે ૪૦ માસના ભાડા પટ્ટે માગવામાં આવી છે તેનો નિર્ણય આવતીકાલની સ્થાયી સમિતિમાં કરવામાં આવશે.

 

 

 

 

 

સુરતમાં હાલ મેટ્રો રેલની કામગીરી ઝડપભેર શરૂ થાય તે માટે સરકાર અને પાલિકા તંત્ર દ્વારા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. સરથાણાથી ખજોદ ડ્રીમ સીટી અને ભેસાણથી સરોલી સુધીના બે કોરીડોરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. મેટ્રો રેલ માટે ડીપીઆર મંજુર કરવામાં આવ્યા છે તે મુજબ કોરીડોર-૧ અને કોરીડોર-૨ માટે પાંચ-પાંચ કાસ્ટીંગ યાર્ડ બનાવવાનું આયોજન છે. કાસ્ટીંગ યાર્ડ માટે મેટ્રો રેલને પાંચ વર્ષના ટુંકા ગાળા માટે ત્રણથી પાંચ હેક્ટરની જગ્યાની જરૂર છે. મેટ્રો રેલ દ્વારા સુરત મ્યુનિ.ના પાલનપોર વિસ્તારની ટીપી સ્કીમ નંબર ૯માં ૨૬૫૦૮ ચો.મી. તથા ભીમરાડ ખાતે આવેલી ટીપી સ્કીમ નંબર ૪૨માં ૩૩૭૪૬ ચો.મી. જગ્યા મળી કુલ ૬૦૨૫૪ ચો.મી. જગ્યાની માગણી ૪૦ માસ માટે કરવામાં આવી છે.  સુરતની જેમ અમદાવાદમાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેમાં અમદાવાદ પાલિકાએ જે પ્લોટ ફાળવ્યા છે તેના જંત્રીના પાંચ ટકા જેટલું વાર્ષિક ભાડું અને ભાડાના રકમ ૨૫ ટકા ઍડવાન્સ લઈને જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદની જેમ સુરત મ્યુનિ. પાસે મેટ્રોએ જગ્યા માગી છે તેને આપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત આવી છે જેના પર આવતીકાલે નિર્ણય કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application