Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૯૮.૪૫ લાખનું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યા બાદ વેપારીએ કરી છેતરપિંડી

  • September 21, 2021 

સુરતના રિંગરોડ જનતા ડેરી પાસે માલિની વાડીમાં દુર્ગા ફેશન અને દુર્ગા ટેક્ષટાઈલ્સ ફર્મના નામે ધંધો કરતા વેપારીઓએ દલાલ સાથે મળી સાત એમ્બ્રોઈડરી કારખાનેદારો પાસે સાડી ઉપર એમ્બ્રોઈડરી, ડાયમંડ અને લેસપટ્ટીઓનું જોબવર્કનું કામ કરાવ્યા બાદ મજુરીના રૂપિયા ૯૮.૪૫ લાખ નહી ચુકવી દુકાન બંધ કરી ઉઠમણું કરતા કારખાનેદારો દોડતા થયા હતા.

 

 

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, રિંગરોડ જનતા ડેરી પાસે માલિની વાડી ખાતે દુર્ગા ફેશન અને દુર્ગા ટેક્સટાઈલ ફર્મના નામે ધંધો કરતા સુમીત ભરત પાટીલ અને તેનો ભાગીદાર ગોપાલ ઉર્ફે બંટી શિવચરણ બૈરાગીએ દલાલ રીયાઝ લાલા પટેલ (રહે.શાંતિનગર ઉધના) અને ઝુબેર મારફતે ગત તા.૨૦ સ્પટેમ્બર-૨૦૨૦ થી ૯ ફેબ્રુઆરી-૨૦૨૧ના સમયગાળા દરમિયાન ઉધના મગદલ્લા રોડ જાગાણી માતાના મંદિર પાસે નંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિનાયક ક્રિએશન અને ટી.વી.લાલવાળાના નામે એમ્બ્રોઈડરી ખાતુ ધરાવતા પરેશકુમાર બળવંતરામ લાલવાલા (રહે.પાયોનીયર ડ્રીમ્સ,વડોદ-ભીમરાડ રોડ) પાસેથી રૂપિયા ૧૩,૯૫,૩૪૦/-ની કિંમતનો સાડી ઉપર જોબવર્ક કરાવ્યુ હતું જયારે અન્ય ૬ એમ્બ્રોઈડરીના કારખાનેદારો પાસેથી રૂપિયા ૮૪,૫૦,૨૬૩/- મળી કુલ રૂપિયા ૯૮,૪૫,૬૦૬/-નું સાડીઓ ઉપર જોબવર્ક, ડાયમંડ, લેસપટ્ટીઓનું જોબવર્ક કરાવ્યું હતું અને આ તમામ તૈયાર સાડીનો માલ માર્કેટમાં વેચાણ કર્યો હતો. જોકે આરોપીઓએ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા એમ્બ્રોઈડરી ખાતાના માલીક પરેશકુમાર સહિતના લોકો દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન અને પોતાના મોબાઈલ નંબર બંધ કરી ઉઠમણું કયું હતુ. બનાવ અંગે પોલીસે પરેશકુમાર લાલવાલાની ફરિયાદ લઈ વેપારી અને દલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application