સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે આવેલ તલાવડી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નગરના તલાવડી વિસ્તાર ખાતે સ્મશાન ભૂમિ નજીક રહેતા કિશોરભાઇ ઇશ્વરભાઇ વસાવા કે જેઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કિશોરભાઈ એ અગમ્ય કારણસર પોતાના ઘરમાં લાકડાના આળીયા સાથે નયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ વાસુ ગામીતે બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application